રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લાના વિકાસ કાર્યોને આગળ ધપાવતા આજે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૮૫૦ લાખના ખર્ચે બાબાપુર – તરવડા- મેડી- સરંભડાના કુલ – ૯.૮૦ કિલોમીટરના રોડના વાઈન્ડીંગ અને નવનીકરણના કામનો ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, રસ્તાના કામો ગુણવત્તા યુક્ત સાથે જ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેમ છે, તેના અનુસંધાને તેમણે ગ્રામજનોને રસ્તાની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ જણાય તુરંત ધ્યાને  મુકવા અનુરોધ કર્યો હતો. રાજ્ય મંત્રીએ આ રોડનું સ્વામિનારાયણ ગુરુકુળના સંતો મહંતો, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી,  જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો અને આસપાસના ગામના અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.