રાજુલા-જાફરાબાદ પંથકમાં સિંહોના દબદબાની કહેવત ફરી સાચી ઠરી છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર દિવસ દરમ્યાન ૧૦ સિંહોનું ટોળું, જેમાં બાળ સિંહો સાથે સિંહણ પણ સામેલ હતી, નિડરતાથી માર્ગ ક્રોસ કરતું જોવા મળ્યું. આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. હાઇવે પર સિંહ પરિવારની આવી હાજરીથી વાહનચાલકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગે ડ્રાઈવરોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.







































