અમિતાભ બચ્ચને ફરી એકવાર અયોધ્યામાં એક નવી મિલકતમાં રોકાણ કર્યું છે. તેમણે રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી આશરે ૩૫ કરોડમાં ૨.૬૭ એકર જમીન ખરીદી છે. કંપનીના જણાવ્યા અનુસાર,એબી કોર્પ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા સંપૂર્ણ તપાસ બાદ આ સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ જમીન એચઓએબીએલના ૭૫ એકરના વૈભવી જમીન પ્રોજેક્ટ, ‘ધ સરયુ’ ની બાજુમાં છે અને તે અયોધ્યામાં બોલિવૂડ સુપરસ્ટારની ત્રીજી મિલકત છે.
અમિતાભ બચ્ચન સાથેના સોદા વિશે બોલતા, કંપનીના ચેરમેન અભિનંદન લોઢાએ કહ્યું કે આ રોકાણ લાંબા ગાળાની સંપત્તિ તરીકે જમીનમાં મજબૂત વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે અભિનેતાનો નિર્ણય તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે જમીન ઘણા વર્ષો સુધી મૂલ્યવાન રહી શકે છે અને ભવિષ્યની પેઢીઓને આપી શકાય છે. આ અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ત્રીજી મિલકત ખરીદી છે અને એચઓએબીએલ સાથે તેમનું ચોથું પ્લોટેડ ડેવલપમેન્ટ રોકાણ છે.
તેમણે એ પણ સમજાવ્યું કે અયોધ્યામાં જમીન ધરાવવાનું સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્વ છે. તેમના મતે, કંપની જમીનને માત્ર સંપત્તિ તરીકે જ નહીં પરંતુ વારસા તરીકે જુએ છે. અયોધ્યા જેવા શહેરમાં આ વારસો ખાસ છે કારણ કે તે શ્રદ્ધાને વારસા સાથે જાડે છે. સતત માળખાકીય વિકાસ અને સરકારી રોકાણ સાથે, અયોધ્યા લાંબા ગાળાના જમીન રોકાણ અને મૂલ્ય વૃદ્ધિ માટે એક આકર્ષક સ્થળ બની રહ્યું છે.
અમિતાભ બચ્ચન પાસે ઘણી ફિલ્મો આવી રહી છે. તે ખૂબ જ અપેક્ષિત સિક્વલ, કલ્કી ૨૮૯૮ એડી ભાગ ૨ માં અશ્વત્થામા તરીકે પાછા ફરશે. વધુમાં, અભિનેતા કોર્ટરૂમ થ્રીલર સેક્શન ૮૪, ધ ઇન્ટર્નની હિન્દી રિમેક અને આંખેનની સિક્વલમાં જાવા મળશે.













































