બાબાપુર સર્વોદય સરસ્વતી મંદિર ખાતેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે સગીરાના પિતાએ સાવરકુંડલામાં રાધેશ્યામ સોસાયટી સામે રહેતા ફાલુ નરેશભાઈ બગડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની સગીર દીકરીને લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી, ગંદુ કામ કરવાના ઈરાદે બાબાપુર સર્વોદય સરસ્વતી મંદિર ખાતેથી અપહરણ કરીને લઈ ગયો હતો.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.





































