બગસરામાં અમરેલી બાયપાસ નજીક આવેલા હિન્દુ સ્મશાન માટે નગરપાલિકાએ ૧પમા નાણાપંચની ગ્રાન્ટ ફાળવી રૂ.૩૬ લાખના ખર્ચે નવીનીકરણ કર્યુ છે તેમજ રૂ.૯.૬૦ લાખના ખર્ચે અદ્યતન બેડમિન્ટન વુડન કોર્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રાર્થના હોલ અને ખાટલી બનાવવામાં આવી છે. જયારે રૂ.૬ લાખના ખર્ચે અત્યાધુનિક ચીમની બનાવવામાં આવી છે તો અટલજી રમત-ગમત સંકુલમાં આવેલા બેડમિન્ટ માટે વુડન કોર્ટ બનાવવા માટે રૂ.૮ લાખ અને ખેલાડીઓએ સ્વખર્ચે રૂ.૧.૬૦ લાખના ખર્ચે રાજય સ્તરનો બેડમિન્ટ કોર્ટ બનાવવામાં આવ્યો છે આ અંગે પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી.રીબડીયાએ જણાવ્યું હતું કે, હિન્દુ સ્મશાનમાં પુરૂષ અને મહિલાઓ માટે અલગ સ્નાનાગૃહ તેમજ શિવમંદિર બનાવવાનું આયોજન છે તેમજ બેડમિન્ટન માટે જિલ્લા અને રાજય કક્ષાની ટુર્નામેન્ટ થાય તેવો અદ્યતન લાઈટ સાથેનો વુડન કોર્ટ બનાવવામાં આવ્યો છે જેથી ખેલાડીઓને સારૂ પ્લેટફોર્મ મળી શકે.