બગદાણાના સરપંચ એવા કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં મહ¥વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પીડિતના આક્ષેપ વચ્ચે હુમલાની તપાસ માટે બનેલી સ્પેશિયલ  ટીમે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવ્યું છે. સમન્સ પ્રમાણે જયરાજ આહીરે આજ એટલે કે ૨૧મી જાન્યુઆરીના સાંજના પાંચ વાગ્યા સુધીમાં સ્પેશિયલ ઇન્વેસ્તીગેસોન  ટીમ (એસઆઇટી) સમક્ષ હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એસઆઇટીએ ફરિયાદી નવનીત બાલધિયાને પણ સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસ કરનારા બે પીઆઇને પણ એસઆઇટીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, આ સમગ્ર મામલાની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક કાર્યક્રમથી થઈ હતી, જે મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશભાઈ સાગર નામના વ્યકિત નો ઉલ્લેખ કરી તેઓ બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી હોવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં આ મામલે બગદાણા ગામના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને કોલ કરીને મેનેજિંગ ટ્રસ્ટી બાબતે સાચી માહિતી આપી હતી. જે બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા મારફતે માફી પણ માગી હતી.
આ તમામ બાબતો વચ્ચે આ તરફ બગદાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામારીનો બનાવ બન્યો. જે બાબતે બગદાણા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, એક કાર લઈને સાત-આઠ જેટલા શખ્સો આવ્યા અને રોડ પર નવનીત બાલધિયાને ચારેય બાજુથી ઘેરી ગંભીર રીતે માર માર્યો હતો. જે આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયા પર આ હુમલો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરના ઇશારે કરાયો હોવાના આરોપો ઉછળ્યા!
બાદમાં બગદાણામાં સરપંચ નવનીત બાલધિયાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોÂસ્પટલ ખસેડાયા અને આ તરફ હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. જાકે, આ સમગ્ર મામલે મહુવાના ડી.વાય.એસપી રીમાબા ઝાલાએ વિગતવાર ખુલાસો કર્યો હતો અને પોલીસે તપાસ બાદ આ હુમલા કેસમાં માયાભાઈ આહીર કે તેમના દીકરાની સંડોવણીના કોઈ પુરાવા નહીં હોવાનો દાવો કર્યો હતો.
ડીવાયએસપી રીમાબા ઝાલાએ સ્પષ્ટતા કરી કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા સાથે માયાભાઈ કે પછી તેમના પુત્ર જયરાજ આહીરને કોઈ જ લેવા દેવા નથી. ત્યારે પીડિતને ન્યાય અપાવવા ધારાસભ્ય સહિત આખો કોળી સમાજ આગળ આવ્યો હતો અને આ મામલે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું, સાથોસાથ જા આ બાબતે યોગ્ય તપાસ કરી આરોપીઓને ઝડપવામાં નહીં આવે, તો આવનાર બગદાણામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. આટલું જ નહીં સમગ્ર મામલે કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બહોળી સંખ્યામાં સમાજના લોકો સાથે પીડિત નવનીત બાલધિયાને મળવા હોસ્પિટલ માં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું. આ સમયે હીરાભાઈ સોલંકીએ જાહેરમાં કહ્યું કે, જે ચમરબંધી હશે તેને સજા અપાવવાની છે, હું એટલા માટે અહીં આવ્યો છું. ભવિષ્યમાં કોઈ કોળી સમાજનું નામ ન લે, કોળી સમાજે બહુ સહન કર્યું છે, અને કોળી સમાજ પર અન્યાય સહન નહીં થાય.બાદમાં સમગ્ર મામલે તપાસ અધિકારી પોલીસ અધિકારી પીઆઇ ડી.વી.ડાંગરની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેઓની બદલી કરાઈ હતી. તે સમયે પીઆઇ ડાંગરની લીવ રિઝર્વમાં બદલી કરી દેવાયા હતા. જાકે બાદમાં સમગ્ર મામલે ન્યાયની માંગને યથાવત રાખીને કોળી સમાજના આગેવાનો ૫ જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર પાસે પહોંચ્યા હતા. ધારાસભ્ય હિરા સોલંકી અને સાંસદ પુરુષોત્તમ સોલંકીની આગેવાનીમાં સમાજના ૩ સાંસદો અને ૧૫ જેટલા ધારાસભ્યો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મામલે મુલાકાત કરી ઉગ્ર રજૂઆત કરી હતી.બાદમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સાથે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે જેના પર આરોપ છે તેવા માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને ક્લનચિટ આપનાર મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રિમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે અને તળાજાના ડીવાયએસપી એન.બી. નકુમને હવે મહુવા ડિવિઝનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સાથે જ આ કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે ખાસ એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ અંગે નવનીત બાલધિયાએ જણાવ્યું કે, વાયરલ ઓડિયો ક્લપમાં હું જે   સાથે વાત કરી રહ્યો છું એ અમારા બાજુના ગામનો જ છોકરો ઉત્તમ બામણિયા છે, જે બગદાણામાં જ રહેતા અન્ય એક વ્યકિત  અજય ભાલિયાનો મિત્ર છે. હુમલાખોર વ્યકિત ઓની ટોળકી દારૂના ધંધા સાથે જાડાયેલા છે અને આ છોકરાઓની પણ તેમનો એક હિસ્સો છે. જેથી તેઓ હુમલાખોર
અને આ લોકો જ આરોપીઓને હુમલાના દિવસે ૧૧ વાગ્યાની આસપાસ હથિયાર આપવા પહોંચ્યા હતા.