પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ૧૦ જાન્યુઆરીએ પોતાના જ બાથરૂમમાં બેભાન થઈને પડી ગયા હતા. એટલે તેમને ત્વરિત દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સમાં તેમનો એમઆરઆઈ રિપોર્ટ કરીને તપાસ કરવામાં આવી છે. એમ્સના તબીબી અધિકારીઓએ કહ્યું કે, તેમની અન્ય તપાસો મંગળવારે કરવામાં આવશે. ૧૦ જાન્યુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યે ૭૪ વર્ષીય ધનખડ બાથરૂમમાં બે વખત બેભાન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડ અગાઉ કચ્છના રણમાં, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં આયોજિત સત્તાવાર કાર્યક્રમમાં પણ બેભાન થયા હતા. તેમણે ૨૧ જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. ધનખડને હૃદય સંબંધિત બીમારીને કારણે ગત વર્ષે પણ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.