ગીરગઢડા તાલુકાના ધોકડવા મુકામે જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના માનનીય સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ધોકડવા ગામે રૂ. ૧ કરોડ ૩૫ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા, પૂર્વ ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, ગીરગઢડા તાલુકા ભાજપ મહામંત્રી કે.સી.રાજપૂત, સરપંચ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.