ધારીમાં ધો.૧૨ની વિદ્યાર્થિનીએ પેપર નબળું જતાં ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે ભવાનભાઇ લાલજીભાઇ ઠુમ્મર (ઉ.વ-૪૭) એ જાહેર કર્યા મુજબ, છાયાબેન ભવાનભાઇ ઠુમ્મર (ઉ.વ.૧૬) ધોરણ-૧૨માં ભણતી હતી. બોર્ડની પરીક્ષા શરૂ હોઇ બે પેપર નબળા ગયા હતા. જેથી નાપાસ થવાના ડરથી ઘંઉમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા સારવાર દરમ્યાન મરણ પામી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































