અમરેલી જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), અમરેલી દ્વારા આગામી દિવાળીના પાવન પર્વ નિમિત્તે માર્કેટયાર્ડમાં લાંબી રજા જાહેર કરવામાં આવી છે. બજાર સમિતિના સેક્રેટરી તુષાર હપાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, તા. ૧૮/૧૦/૨૦૨૫ ને શનિવારથી તા. ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર સુધી કુલ ૯ દિવસ માટે અમરેલી માર્કેટયાર્ડનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે.જોકે, ખેડૂતોની સગવડતાને ધ્યાનમાં રાખીને, લાલ સૂકા મરચાં સહિત તમામ જણસીઓની આવકને તા. ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવારથી માર્કેટયાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. તમામ ખેડૂતભાઈઓ તથા લાગતા-વળગતાઓએ આ રજાની અવધિની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. માર્કેટયાર્ડનું તમામ કામકાજ તા. ૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.







































