વડિયા તાલુકાના તોરી ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. વતનમાં મેળામાં જવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગ મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના ધ્યાનસિંહ ખેલસિંહ અજનારે જાહેર કર્યા મુજબ, ગજરીયા ખેલસિંહ અજનારને તોરી ગામની ‘ખાવડી’તરીકે ઓળખાતી સીમમાં ખેતીકામ કરતી વખતે વતનમાં યોજાનારા મેળામાં જવાની ઈચ્છા હતી. જોકે, પરિવારના સભ્યોએ અત્યારે ખેતીની સીઝન ચાલતી હોવાથી, સીઝન પૂરી થયા પછી મેળામાં જજો તેમ કહી અત્યારે જવાની ના પાડી હતી. પરિવાર દ્વારા મેળામાં જવાની મનાઈ કરવામાં આવતા તેને મનોમન અત્યંત લાગી આવ્યું હતું. તેમણે પોતાની વાડીએ આવેલા લીમડાના ઝાડ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા.