તરબૂચ જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરીકે કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે.
પાકની અગત્યતાઃ તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબૂચને રણનું
અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સવિશેષ હોય છે. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ પાણીની ગરજ સારે છે.
જમીન અને જમીનની તૈયારી તરબૂચની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાંય નદીના પટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન (Production of fruits in sandy soil) વિશેષ મળે છે. ગોરાળુ જમીનમાં પણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જે જમીનની નિતારશકિત સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનને બરાબર ખેડવી. જમીનની તૈયારી વખતે પાયાના ખાતરો જમીનમાં આપી બરાબર ભેળવી દેવા. તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબૂચને રણનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સવિશેષ હોય છે. The amount of iron is significant in the crop’s fruit. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ પાણીની ગરજ સારે છે.
હવામાન : આ પાકને ગરમ અને સૂકુ હવામાન વિશેષ્ માફક આવે છે. હિમથી આ પાકને ખુબજ નુકસાન થાય છે. સામાન્ય રીતે રપ૦ – ૩૦૦ સે. તાપમાન (Route 0 – 300 sec. Temperature) જરૂરી છે. તરબૂચને પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. સૂર્યપ્રકાશના લીધે તરબૂચના શર્કરાનું પ્રમાણ વધે છે અને પર્ણને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે.
તરબૂચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની વાવણી કરવી જેથી ઉગાવો સારો મળે. પરંતુ ડિસેમ્બર,જાન્યુઆરી મહિનામાં તરબૂચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનાની આખર સુધી વાવણી કરવી જેથી વાવણી કર્યા બાદ શરૂઆતમાં પ૦ થી પપ દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. એ રીતે તરબૂચનો પાક વરસમાં બે વાર પણ લઈ શકાય છે. જાતોની પસંદગી- આશાહી યામાટોઃ આ જાપાનીઝ જાત છે, જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. સુગર બેબીઃ તરબૂચની આ અમેરિકન જાત સૌથી વધુ પ્રચલિત છે જેના ફળ ૩ થી ૪ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ ભુરાશ પડતા ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. અર્કા જયોતિઃ તરબૂચની હાઈબ્રિડ જાત છે જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. છાલ લીલા રંગની અને ઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે. આ જાત ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લોરથી બહાર પાડવામાં આવેલ છે. મધુઃ તરબૂચની હાઈબ્રિડ જાત છે જેનાં ફળ ૮ થી ૧૦ કિ.ગ્રા. વજનનાં લંબગોળ થાય છે. છાલ ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. મિલનઃ આ હાઈબ્રિડ જાતના ફળ લંબગોળ થાય છે જેનું સરેરાશ વજન ૮ કિ.ગ્રા. હોય છે. ફળની છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. ફળની છાલ કઠણ હોય દૂરના બજારમાં સહેલાઈથી મોકલી શકાય. આ ઉપરાંત ખાનગી કંપની અને સંસ્થા દ્વારા તરબૂચની ઘણી જાતો બહાર પાડવામાં આવેલ છે. જેમાં નોનયુ કંપનીની ઘણીબધી હાઈબ્રીડ જાતોનું વાવેતર ખેડૂતો કરતા થયા છે. ખેડૂતમિત્રોને તરબૂચની કોઈ પણ જાત પોતાના ખેતરમાં થોડા વિસ્તારમાં વાવી ચકાસણી કરી પછી વધારે વિસ્તારમાં વાવેતર કરવાની સલાહ છે. વાવણી સમય અને પદ્ધતિ ઃ સામાન્ય રીત તરબૂચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી માંડીને માર્ચની આખર સુધીમાં કરી શકાય છે જયારે શિયાળાની ઋતુમાં ફળ મેળવવા માટે કે જયારે સારા બજારભાવ મળે તે માટે ખેડૂતમિત્રોએ વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં તરબૂચનું વાવેતર કરવું જેથી તેને પપ દિવસ સુધી ગરમી મળે જેથી તરબૂચનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. તરબૂચ જાન્યુઆરીમાં વાવવામાં આવે છે Watermelon is sown in January પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીહાઉસ ટનલ બનાવી તેમાં રાખી એક માસ ત્યાં ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં કોથળીમાં તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મળે જેથી બજારભાવ સારા મળે. જમીનની પ્રત અને તેની ફળદ્રુપતાને ધ્યાને રાખીને તરબૂચનું ર મીટર × ૧ મીટરનાં અંતરે વાવેતર કરવું અથવા જોડિયા હાર પધ્ધતિથી ૧ મીટર × ૦.૬ મીટર × ૩.૪ મીટરના અંતરે (દરેક હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર, બે હાર વચ્ચે ૩.૪ અંતરે) વાવણી કરવી. ટૂકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ર.પ થી ૩.૦ કિ.ગ્રા. બીજ એક હેકટરના વાવેતર માટે જરૂરી છે. બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની બીજ માવજત આપવી. હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે હેકટરે પ૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે. (ક્રમશઃ)













































