ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ચાલુ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ૮ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. જાકે, આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવવું ટીમ ઈન્ડિયા માટે સરળ રહેશે નહીં. હકીકતમાં, ટી ૨૦ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અત્યાર સુધી ઘણો ખરાબ રહ્યો છે.
ટી ૨૦ આંતરરાષ્ટ્રીયય મેચોમાં હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ ૩૦ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી ૧૮ મેચ જીતી છે. આમાંથી બે જીત સુપર ઓવરમાં આવી છે. ન્યૂઝીલેન્ડે ૧૧ મેચ જીતી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. ભારતે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ૧૬ મેચમાંથી ૧૧ મેચ જીતી છે. અહીં, ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેવું લાગે છે.
ટીમ ઈન્ટરનેશનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે, પરંતુ ટી ૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડને જાતાં, વાર્તા અલગ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી ૨૦ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. ન્યુઝીલેન્ડે ત્રણેય મેચ જીતી છે. તેઓએ ૨૦૦૭, ૨૦૧૬ અને ૨૦૨૧ ટુર્નામેન્ટમાં ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે આ મેચ જીતીને આ રેકોર્ડ બદલવાનો પ્રયાસ કરશે.
૨૦૨૬ ના ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા, ન્યુઝીલેન્ડની ટીમે સફેદ બોલની શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ શ્રેણી દરમિયાન, બંને દેશોએ પાંચ ટી ૨૦ મેચ રમી હતી, અને ટીમ ઈન્ડિયાએ ૪-૧ થી જીત મેળવી હતી. કિવી ટીમને ભારતમાં રમવાનો ઘણો અનુભવ છે અને તે ફાઇનલમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ પડકાર ઉભો કરશે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડના પ્રદર્શનની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ફક્ત એક જ મેચ હારી છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે હારી ગયું છે.










































