અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા પોલીસ સતર્ક બની છે, ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. આ દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૭ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૧,૪૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો ત્યારે આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. લાઠી, સાવરકુંડલા, વડ અને લીલીયામાંથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.