ભગવાન સ્વામિનારાયણે ધોલેરામાં મદનમોહનજી મહારાજની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ તે ઉપલક્ષમાં જાફરાબાદના હેમાળ ગામે શાળા ખાતે માનવસેવાલક્ષી ‘આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૨/૨/૨૦૨૬ને રવિવારના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે આ કેમ્પ યોજાશે. દેશ-વિદેશમાં વસતા ભક્તો દ્વારા અનેક ધાર્મિક ઉત્સવ અને અનુષ્ઠાન ઉપરાંત માનવસેવાલક્ષી કાર્યોના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ તા. ૨૨/૨/૨૦૨૬ના રોજ એક સાથે, એક સમયે યોજાશે. જેમાં હેમાળ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર તેમજ મુંબઈ અને પૂના સહિતના અનેક શહેરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રક્તદાન કરશે.