જાફરાબાદના બલાણા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જાફરાબાદ વહીવટી વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં જાફરાબાદ મામલતદાર નકુમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી વિભાગમાં અલગ અલગ કાર્યક્ષેત્રમાં સારી એવી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.