ચક્કરગઢ ગામે રામદેવપીર મહારાજના નવરાત્રી તથા પાટોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનો માટે ડાયાબિટીસ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિષ્ણાતોએ સ્વાસ્થ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. ગ્રામજનો દ્વારા તહેવારની પાવન ઘડીએ લોકજાગૃતિના ભાગ રૂપે રક્તદાન કરી માનવતા પ્રત્યે સેવાભાવ દર્શાવ્યો હતો. આ પ્રસંગે મહંત નાથા ભગત, રમણીક બાપુ, ગામના આગેવાનો તથા લાયન્સ ક્લબના પ્રમુખ બકુલ ભટ્ટ, સેક્રેટરી રજનીકાંત ધોરાજીયા સહિત નંદલાલભાઈ તળાવિયા, કાંતિભાઈ વઘાસિયા, દિનેશભાઈ ભુવા, ગોરધનભાઈ માડદલીયા, હાર્દિકભાઈ રામાણી, દલસુખભાઈ રામોલિયા, હિતેશ સોલંકી તથા ભીખુભાઈ ધોરાજીયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.