જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૫-૨૬માં, યુવા કલાકાર યાત્રી કેતનભાઈ ભાલાળાએ કથ્થક સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિથી તેમણે તેમના માતાપિતા, પરિવાર અને પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. ગાયત્રીની આ સફળતાનો
શ્રેય તેમના ગુરુ અને માર્ગદર્શક ડો. રશ્મિબેન જેઠવા અને સુરગંગા નૃત્ય વિદ્યાલયને ફાળે જાય છે, જેમણે તેમને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા છે. યાત્રીએ કથ્થકમાં વિશારદની પદવી પ્રાપ્ત કરી છે અને હાલમાં અલંકારની તૈયારી કરી રહ્યા છે.