ગોંડલ તાલુકાકક્ષાની ૭૭મા પ્રજાકસત્તાક દિનની ઉજવણી આંબરડી ગામની સરસ્વતી વિદ્યામંદિર ખાતે કરવામાં આવી હતી. તાલુકા મામલતદાર આર.બી. ડોડીયાના હસ્તે સવારે ૦૯: ૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મામલતદારે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. પોલીસ પરેડ, સશસ્ત્ર સલામી તથા રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોએ ભારતમાતા, શહીદ ભગતસિંહ, ગાંધીજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ, જીજાબાઈની વેશભૂષાની કૃતિ રજૂ કરી હતી. ગોંડલ શહેર તેમજ તાલુકાના વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા ૧૫ વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૪ આંગણવાડીની આશાવર્કર બહેનો, ત્રણ વિદ્યાર્થીઓ જે જ્યોર્જિયા ખાતે એક મિનિટમાં ૮ મિનિટમાં ૨૦૦ દાખલા ગણવાની સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકો ઉદેશી હેતાંશ, ડોબરીયા જીયાન, માવાણી તુલસીનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. માજી સૈનિક નરેન્દ્રસિંહ સતુભા ગોહિલ તેમજ ફોરેસ્ટ કર્મચારીઓ પી.એમ. ચુડાસમા, એસ.જે. ચુડાસમા, માધવભાઈ એચ. વ્યાસનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું.