ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ, અમરેલી દ્વારા સંચાલિત શ્યામ યુવક મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણીથી સમાજમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે અને મંડળની પ્રવૃત્તિઓને નવો વેગ મળશે. નવા વરાયેલા હોદ્દેદારોમાં અધ્યક્ષ વિજયભાઈ મારુ, પ્રમુખ ચીમનભાઈ જે. ટાંક, ઉપપ્રમુખ નિલેશભાઈ સી. ચૌહાણ અને હરેશભાઈ એચ. ટાંક, મંત્રી રાજેશભાઈ એચ. ટાંક, સહમંત્રી બાબુભાઈ વી. પોરીયા, ખજાનચી અશોકભાઈ પી. મકવાણા અને સહ ખજાનચી તરીકે જે.પી. ટાંકની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભીખાભાઈ એમ. ચાવડા, નંદલાલભાઈ એલ. વાઘેલા, ચિરાગભાઈ એસ. સોલંકી, ભાવેશભાઈ એ. ચૌહાણ, હિરેનભાઈ સી. સોલંકી, રાજુભાઈ જી. ગેડિયા, મનોજભાઈ કે. જાદવ, અને વાલજીભાઈ કે. ચાવડાની કારોબારી સભ્યો તરીકે વરણી કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો સમાજના યુવાનોના વિકાસ અને સેવા કાર્યો માટે કાર્યરત રહેશે.