ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો અને હુંફાળો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨થી ૫ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જેના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ લગભગ ગાયબ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગના તાજા આંકડા અને આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નથી થવાનો.ગુજરાતમાં ડબલ સિઝનને કારણે સવારે ઠંડી અને રાત્રે ગરમીનો અહેસાસ થાય છે.
રાજ્યના વિવિધ સ્થળોએ નોંધાયેલા લઘુત્તમ તાપમાન
કેશોદ ૧૨.૩° સે
ગાંધીનગર ૧૫.૮°સે
દિવ ૧૩.૪° સે
વડોદરા ૧૬.૪° સે
કંડલા ૧૪.૦° સે
ભુજ ૧૬.૬° સે
નલિયા ૧૪.૪° સે
અમદાવાદ ૧૭.૦° સે
ડીસા ૧૪.૮° સે
સુરેન્દ્રનગર ૧૮.૦° સે
રાજકોટ ૧૫.૩° સે
આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સૌથી ઠંડા વિસ્તારોમાં પણ તાપમાન ૧૨° સેથી નીચે ગયું નથી, જ્યારે સામાન્ય રીતે આ સમયે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૧૦ સેથી નીચે પણ પારો ઉતરતો હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાતની ત્રણ ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં કાતિલ શીત લહેરોનો અનુભવ થાય છે. જાકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શિયાળાની મધ્યમાં ગરમ અને ભેજવાળા દિવસોની સંખ્યા ઠંડી કરતા વધુ છે. ડિસેમ્બર ૨૦૨૪ અને ડિસેમ્બર ૨૦૨૫માં શિયાળાની ઋતુ પર નજર કરીએ તો, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગયા વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાં ૨૨ વખત ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું, જે આ વર્ષે ફક્ત ચાર વખત હતું. ગયા વર્ષની સરખામણીમાં ડબલ ઋતુને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે, નલિયામાં પારો ૧૦ વખત ૭ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો.
૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ, નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સેલ્સિયસથી ઘટી ગયું હતું. આ વર્ષે સૌથી ઓછું તાપમાન ૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોંધનીય છે કે, નલિયા સિવાય ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં આ ડિસેમ્બરમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું નથી.અમદાવાદમાં, ડિસેમ્બર ૨૦૨૪ માં ૩૧ માંથી ૧૪ દિવસમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ વર્ષે,અમદાવાદમાં તાપમાન ફક્ત ચાર વખત ૧૪ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.આ ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં ડબલ ઋતુને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે, નલિયામાં પારો ૧૦ વખત ૭ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો.ગયા વર્ષ સિવાય, સૌથી ઠંડુ જાન્યુઆરી ૧૦ જાન્યુઆરી, ૧૯૫૪ ના રોજ નોંધાયું હતું, જેમાં રેકોર્ડબ્રેક તાપમાન ૩.૯ ડિગ્રી સેલ્સિયસથી હતું. આ વર્ષે, પારો ત્રણ વખત ૧૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો. ગયા વર્ષની સરખામણીમાં ડબલ ઋતુને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે, નલિયામાં પારો ૧૦ વખત ૭ ડિગ્રી સેલ્સિયસથી  નીચે ગયો હતો.