ગુજરાતમાં જાન્યુઆરીના મધ્યભાગમાં ઠંડીનો પારો નીચો આવ્યો છે, પરંતુ તે હજુ પણ સામાન્ય કરતાં થોડો ઓછો જ છે. આજે સવારે વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી સેલ્સયસ, ગાંધીનગરમાં ૧૩.૭ ડિગ્રી, વડોદરામાં ૧૨.૨ ડિગ્રી, સુરતમાં ૧૫.૧ ડિગ્રી અને દમણમાં ૧૫.૦ ડિગ્રી નોંધાયા છે. સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦.૮ ડિગ્રી અને પોરબંદરમાં ૧૧.૦ ડિગ્રી નોંધાયું છે, જ્યારે દ્વારકામાં ૧૭.૮ ડિગ્રી અને ઓખામાં ૧૯.૬ ડિગ્રી જેવું સૌથી ગરમ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તર ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપના અભાવે હિમાલય પર ભારે હિમવર્ષા ઓછી થઈ છે. જેના કારણે ઠંડા પવનોનું મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચવું ધીમું પડ્યું છે. આ સાથે અલ નિનોની અસરને કારણે વૈÂશ્વક સ્તરે શિયાળો સામાન્ય કરતાં હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો અટકી ગયો છે.
દેશના ઉત્તરપશ્ચિમ ભાગ અને બિહારમાં આગામી પાંચ દિવસ દરમિયાન સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્્યતા છે. રાજસ્થાનના પિલાનીમાં દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી સુધી નીચો આવ્યો હતો. હવામાન વિભાગના અનુસાર, દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ સુધી આ તીવ્ર ઠંડીમાંથી રાહત નહીં મળે. ઘણા મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તે શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે.
ગુજરાતમાં આગામી ૫ દિવસ (૨૨થી ૨૬ જાન્યુઆરી) દરમિયાન હવામાન મોટે ભાગે સૂકું રહેવાની શક્્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તે સ્થિર  રહેશે અથવા થોડું વધી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સવારે ધુમ્મસની સંભાવના રહેશે, જેના કારણે વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે.તાજેતરના અહેવાલો અનુસાર, ૨૨ જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપની અસર વધી શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે માવઠું પડવાની શક્યતા  છે. આ અસર ૨૩-૨૪ જાન્યુઆરીએ વધુ જાવા મળી શકે છે. ત્યારબાદ ૨૫ જાન્યુઆરી પછી ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે.