પોતાના વહાલા પેટ ડોગને પરિવારના સભ્યની જેમ રાખતા અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અભિનવ પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ ઝ્રદ્ગય્ સંચાલિત ‘પેટ ડોગ સ્મશાન ગૃહ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે હવે અબોલ જીવોને પણ માનવીય સંવેદના સાથે અંતિમ વિદાય આપી શકાશે.
બહેરામપુરાના સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસમાં ૩૦ લાખ રૂપિયાના ખર્ચે આ ‘એનિમલ ક્રિમેટર’ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે. તેમાં ૮૦૦°ઝ્ર થી ૯૦૦°ઝ્ર તાપમાને દહન પ્રક્રિયા થતી હોવાથી વાયરસ કે બેક્ટેરિયાનો નાશ થાય છે અને ચીમનીમાંથી કોઈ દુર્ગંધ કે ધુમાડો બહાર આવતો નથી.
ઘણીવાર માલિકો પોતાના વહાલા ડોગની અંતિમવિધિમાં ભાવુકતાને કારણે રૂબરૂ જઈ શકતા નથી. આ જરૂરિયાતને સમજીને અહીં સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી છે. પેટ ઓનર્સ ઘરે બેઠા ઓનલાઇન લિંક દ્વારા પોતાના ડોગની અંતિમવિધિ લાઈવ જાઈ શકશે. આ ઉપરાંત, અંતિમવિધિ બાદ અસ્થઓને માટલીમાં ભરી, સન્માનપૂર્વક લાલ કપડામાં વીંટીને માલિકના ઘરે પહોંચાડવાની પણ સુવિધા છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પેટ ડોગના મૃત્યુ સમયે માલિકે હેલ્પલાઇન નંબર ૧૫૫૩૦૩ પર જાણ કરવાની રહેશે. જે માલિકોએ પોતાના ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમની પાસેથી આ સેવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, જ્યારે રજિસ્ટ્રેશન ન ધરાવતા માલિકો પોતાની ઈચ્છા મુજબ ઓનલાઇન ડોનેશન આપી શકશે. આ સેવા અંતર્ગત કોર્પોરેશન દ્વારા ‘અંતિમ ધામ જીવ સેવા રથ’ મોકલવામાં આવશે, જે ફૂલહાર અને પૂજા સામગ્રી સાથે મૃત ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ સુધી લઈ આવશે.
અત્યાર સુધી મૃત શ્વાનને જમીનમાં દફનાવવામાં આવતા હતા, જેના કારણે જમીન પ્રદૂષણ અને કેનાઇન ડિસ્ટેમ્પર કે હડકવા જેવા વાયરસ ફેલાવાનો ભય રહેતો હતો. ઝ્રદ્ગય્ દહન પ્રક્રિયાથી આ તમામ ખતરો ટળી જશે. અમદાવાદમાં હાલ ૧૯ હજારથી વધુ નોંધાયેલા પેટ ડોગ્સ છે, જેમને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ બે સ્મશાન ગૃહો બનાવવાનું આયોજન છે.