અમરેલીના ગાવડકા ગામે આવેલી થાંભલા બનાવવાની ફેક્ટરીમાંથી ૯૦ હજારની ચોરી થઈ હતી. તસ્કરો વેલ્ડિંગ પેટી, પાણી છાંટવાની મોટર સહિતનો માલ-સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અમરેલીમાં રહેતા નરેશકુમાર વ્રજલાલ સંઘરાજકા (ઉ.વ.૬૭)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અમરેલી બગસરા હાઈવે રોડ ઉપર ગાવડકા ગામમાં ૬૬ KV પાછળ ક્રિષ્ના એન્જીનીંયરીંગ કંપની નામની પી.જી.વી.સી.એલ. ના સિમેન્ટ કોન્ક્રિટના પોલ(થાંભલા) બનાવવાની ફેકટરીમાં પ્રવેશવાના બીજા દરવાજાનું તાળુ તોડી કોઈ અજાણ્યા ઈસમે પ્રવેશ કરી ફેકટરીમાંથી જુદી જુદી જગ્યાએથી વાઈબ્રેટર નંગ ૦૩, કનવેટર નંગ ૦૧, વેલ્ડિંગ પેટી નંગ-૦૨, ૧૧ બંડલ કોથળામાં પેક રીંગ, ઈલેક્ટ્રીક મોટર નંગ-૦૬, ઈલેક્ટ્રીક ટેન્શન ટાવરની મોટર નંગ ૦૧, દેડકો પાણીની મોટર નંગ- ૦૧, પાણી છાંટવાની મોટર નંગ- ૦૧ મળી અંદાજે રૂ.૯૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.