ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામની પ્રવૃત્તિ પણ સતત વધવા લાગી છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે શાસક પક્ષમાં આવતા લોકોની સંખ્યા વધુ હોય છે અને જનારાની ઓછી હોય છે, પરંતુ દાહોદના ફતેપુરામાં તો ભાજપને જ ઝાટકો વાગ્યો છે. દાહોદના ફતેપુરામાં મોટી રેલના પૂર્વ ડેપ્યુટી સરપંચ કોંગ્રેસમાં જાડાયા છે.
આ ડેપ્યુટી સરપંચ પાછા એકલા નથી ગયા, તે તેમના ૧૦૦થી ૧૫૦ સમર્થકોની સાથે કોંગ્રેસમાં જાડાયા છે. ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ ન મળવાના કારણે તેઓ પક્ષથી નારાજ થઈ ગયા હતા. તેના લીધે તેમણે છેવટે પક્ષમાંથી વિદાય લેવાનું નક્કી કરી લીધુ હતુ. પક્ષના નેતાઓએ તેમને સ્થાનિક સ્તરે સમજાવવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે તાલુકા પંચાયતની ટિકિટ સિવાય કોઈ વાતે માનવા તૈયાર ન હતા. ટિકિટ ન મળવાના પગલે તેમણે પક્ષમાંતી ચાલતી પકડી હતી અને પક્ષને રામરામ કર્યા હતા.
હવે તેમની વિદાય ભાજપને કેટલો ફટકો પહોંચાડી શકે છે તેની ચૂંટણીમાં ખબર પડી જશે. છતાં પણ તળિયાના સ્તરે જ્યારે પણ કાર્યકરો ઘટે છે ત્યારે પક્ષને ટૂંકાગાળા માટે કદાચ નુકસાન ન જાય, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ચોક્કસ ફટકો પડે છે. આ રીતે પક્ષ છોડનારા ઉમેદવારો અંગે સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે દરેકને ટિકિટ મળે તે શક્્ય નથી. તેથી અસંતોષ હંમેશા રહેવાનો જ છે. હવે જે લોકો પક્ષની વિચારધારા પ્રત્યે સમર્પિત નથી અને ફક્ત ચૂંટણી માટે જ છે તેઓ પક્ષ છોડીને જતાં રહે તો પછી પક્ષ તેમા કશું ન કરી શકે.
આ સિવાય પક્ષની વિચારધારાને સમર્પિત હોય તેવા બીજા પક્ષના લોકો અને નવા લોકોને પણ આ જ સમયે પક્ષમાં આવકારવામાં આવે છે. વાસ્તવમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તળિયાના નેતાઓ માટે એક પ્રકારનો લિટમસ ટેસ્ટ હોય છે અને તે પુરવાર કરે છે કે ટોચની વાત અને ટોચ પરથ કરવામાં આવ્યા વિકાસ કાર્યો કેટલી હદ સુધી તે તળિયા સુધી પહોંચાડી શક્યા છે.









































