સૌરાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક અને ઘાસચારાને થયેલા નુકસાનને લઈ કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ મહુવા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે રૂબરૂ જઈ, બગદાણા પાસે ગેબર વીડીમાંથી કોડીનારના ખેડૂતો/પશુપાલકો માટે ૮ ગાડી ઘાસચારાની વ્યવસ્થા કરીને તેને રવાના કરાવેલ હતી. કોડીનાર વિસ્તારમાં કોઈ પશુપાલક ઘાસચારાથી વંચિત ન રહે તે માટે આગામી બે દિવસમાં ટ્રાન્સપોર્ટેશનના સંકલન સાથે વધુ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ શિવાભાઈ સોલંકીએ જણાવ્યું હતું.