ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કોડીનારના જીન પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી ભોંયરામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ SP જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મુદ્દામાલની વિગતઃ તપાસ દરમિયાન મકાનના ભોંયરામાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની ૧૦૩ બોટલો અને ૧૯ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને મોબાઈલ સહિત કુલ રૂ.૪૧,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી પ્રકાશ ઉર્ફે રવી રમેશભાઈ કામળીયાની ધરપકડ કરી છે, જ્યારે ઉનાનો ચીંતન ઉર્ફે ચીટ ગોસ્વામી હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ સફળ કામગીરી LCB પી.આઈ. એસ.વી. રાજપુત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.