ધોરાજી શહેરના વિદ્યાર્થી ઠેશિયા ધર્મ સંજયભાઈએ સુરત ખાતે યોજાયેલા એનસીસી (NCC) કેમ્પમાં રાયફલ શૂટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી ધોરાજીનું ગૌરવ વધાર્યું છે. રોયલ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ધર્મ ઠેશિયાએ ઓલ ઇન્ડિયા રાયફલ શૂટિંગમાં દ્વિતીય રેન્ક મેળવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યો છે. ધર્મ ઠેશિયા સ્પોટ્‌ર્સ ફાઉન્ડેશન ધોરાજીમાં પોતાની ફિઝિકલ ફિટનેસની તાલીમ મેળવતો હતો. આ ભવ્ય સફળતા દ્વારા તેણે પોતાના માતા-પિતા, ગુરુ આકાશ સોજીત્રા, પોતાની શાળા અને બટાલિયન ઓફિસરનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ સ્પોટ્‌ર્સ ફાઉન્ડેશન ધોરાજીના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા તેને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.