એચ.બી. સંઘવી મહિલા કોલેજ ખાતે પાંચમી સપ્ટેમ્બરે ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની શિક્ષકથી પ્રારંભ થયેલી રાષ્ટ્રપતિ પદ સુધીની સર્વોચ્ચ સેવાને યાદ કરીને શિક્ષક
આભાર – નિહારીકા રવિયા દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રિન્સિપાલ તરીકે ખુહા નિશિતાબેન જીતુભાઈની ભૂમિકા સરસ રહી હતી. પ્યુન તરીકે પરમાર નંદનીબેન નંદલાલભાઈ તથા ક્લાર્ક તરીકે બાબરીયા શીતલબેને સુંદર કામગીરી કરેલ. સુંદર અધ્યાપન કરાવનાર તમામને બેસ્ટ ટીચર જાહેર કરવામાં આવેલ. કોમર્સ વિભાગમાં પ્રથમ ક્રમાંકે ગેડીયા વૈભવીબેન મહેશભાઈ, દ્વિતીય ક્રમાંકે જગડા જાનવીબેન કેતનભાઈ અને તૃતીય ક્રમાંકે મારુ મોનિકાબેન સંજયભાઈ જાહેર થયેલ. આટ્ર્સ વિભાગમાં પ્રથમ ક્રમાંકે બે બહેનો વિજેતા જાહેર કરેલ. પ્રિન્સીપાલ ડો.રીટાબેન રાવળે તમામને અભિનંદન પાઠવ્યા હતા.