ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટમાં મોટા પાયે ફેરફારની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે પાછલા વર્ષે ગુજરાતમાં જે રીતે કેબિનેટમાં ફેરફાર થયા અને લગભગ બધા ચહેરા બદલી નાખ્યા. આવું ઉત્તર પ્રદેશમાં થઈ શકે છે. સૂત્રોનો દાવો છે કે ૭૦ ટકાથી વધુ મંત્રી બદલવામાં આવી શકે છે. આ ફેરફારની અસર તેના પર પણ થઈ શકે છે જે વર્ષ ૨૦૧૭ અને પછી વર્ષ ૨૦૨૨ની સરકારમાં પણ મંત્રી રહ્યા છે. સૂત્રો પ્રમાણે છેલ્લા ૮-૯ વર્ષમાં જે મંત્રી રહ્યા છે તેમાંથી કેટલાક ચહેરાને છોડી બાકીઓને હટાવવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે ભલે ભાજપે યુપીના પ્રદેશ અધ્યક્ષ કુર્મી સમાજમાંથી આવતા પંકજ ચૌધરીને બનાવ્યા હોય, ત્યારબાદ પણ નવા વિસ્તારમાં કુર્મીઓની બોલબાલા રહી શકે છે. કુર્મી સમાજમાંથી ૨-૩ નેતાઓની કેબિનેટમાં એન્ટ્રી થઈ શકે સૂત્રો અનુસાર રામપુરથી ભાજપ નેતા અને ધારાસભ્ય આકાશ સક્સેના, અલીગઢથી કુંવર જયવીર સિંહને મંત્રીમંડળમાં તક મળી શકે છે. આ સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, પૂજા પાલ, મનોજ પાંડે, કૃષ્ણા પાસવાન, રામ રતન કુશવાહા, પદ્મસેન ચૌધરી, અશોક કટારિયાનું નામ પણ ચર્ચામાં છે. આ સિવાય યોગી સરકારમાં પહેલા મંત્રી રહી ચૂકેલા મહેન્દ્ર સિંહની ફરી એન્ટ્રી થઈ શકે છે. પાછલા વર્ષે ભાજપમાં સંગઠનમાં ફેરફાર બાદ હવે મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે. પંકજ ચૌધરીને અધ્યક્ષ બનાવ્યા બાદ કોરગ્રુપની બેઠક થઈ હતી. જેમાં સંગઠનથી સરકાર સુધી કોને કઈ જવાબદારી આપવી તેની ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ પંકજ ચૌધરી દિલ્હી આવ્યા અને હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મુદ્દે ભાજપ નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ યુપીમાં કોને સંગઠનથી સરકારમાં લાવવામાં આવે અને કોને સરકારમાંથી ફરી સંગઠનમાં મોકલવામાં આવે, તેનો નિર્ણય થઈ જશે. મકર સંક્રાંતિ બાદ કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. વર્તમાનમાં યોગી કેબિનેટમાં કુલ ૫૪ મંત્રીઓ સામેલ છે.