આણંદમાં મકાનના કબજા સંબંધી મામલામાં એક વ્યક્તિ પાસેથી રૂ.૧૫,૦૦૦ ની લાંચ લેતા આણંદ જિલ્લા ન્યાયાલય,ચોથા એડી.સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ ઉસ્માનગની ઇસ્માઇલગની મીરની એસીબીએ ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરીયાદી વિરુધ્ધ બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ ફરીયાદીના મકાનનો કબ્જા મેળવવા નામ સીવીલ કોર્ટ, આણંદ ખાતે ન્યાયીક પ્રક્રિયા કરી હતી. જે કામે સીવીલ કોર્ટ, આણંદ નાઓએ તા.૨૩.૦૪.૨૦૨૫ ના રોજ ફરીયાદીના મકાનનો કબ્જા બેન્કને સોંપવા હુકમ કર્યો હતો.જે હુકમની અમલવારી કરવા નામ.કોર્ટે, કોર્ટ કમીશ્નર મુજબ કાર્યવાહી કરવા જણાવતા તા.૩૧.૮.૨૦૨૫ ના રોજ કોર્ટ કમીશ્નર તથા આરોપી ઉસ્માનગની નાઓ ફરીયાદીના મકાનનો કબ્જા બેન્કને સોંપવા માટે ફરીયાદીના ઘરે ગયા હતા. પરંતુ મકાનનો કબ્જા બેન્કને અપાવેલ નહી. બાદ આરોપી ફરીયાદીને રૂબરૂમાં તેમજ ટેલીફોનિક સંપર્ક કરી તેઓના મકાનનો કબ્જા લેવા કોર્ટના માણસ આવે તેની જાણ તથા આગામી પજેશન (કબ્જા) ની નોટીસ નીકળશે તેની જાણ કરવા સારુ આરોપી ઉસ્માનગની નાઓએ વ્યવહાર પેટે રૂ.૨૫,૦૦૦ની લાંચની માંગણી કરેલ.જે પૈકી રૂ.૧૦,૦૦૦ અગાઉ લઇ લીધેલ અને બાકીના રૂ.૧૫,૦૦૦ની માંગણી કરતા લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આણંદમાં અમૂલ ડેરી સામેના રોડ પર લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. જેમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.