કેન્દ્ર સરકારના કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયે દેશના અર્થતંત્ર, ખેડૂતો અને સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.રાઘવજી પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું કે, “કૃષિ અને કૃષિ સાધનો પર જીએસટી ઘટાડો ખેડૂતો માટે ખૂબ લાભકારી છે. મંત્રીએ કહ્યું, “આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેમને તેમના ખર્ચ ઘટાડવામાં સહાય કરશે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો પર પાંચ ટકા ય્જી્ લાગવાના કારણે, ખેડૂતો આવક વધારવાના લક્ષ્યને સરળતાથી પહોંચી શકે છે.ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ૨૦૧૭થી જીએસટી અમલમાં આવ્યો છે અને આ તાજેતરનો સુધારો સૌથી મહત્વનો અને ઐતિહાસિક ફેરફાર છે. તેમણે ઉમેર્યું કે, “આ ફેરફારમાં રોટી, કપડાં અને મકાનના ખર્ચ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ખાદ્ય વસ્તુઓ પર હવે જીએસટી માત્ર ૦% અથવા ૫% લાગશે. ઘર બનવા માટે વપરાતા સિમેન્ટ પર ૨૮%ની જગ્યાએ હવે ૧૮% જીએસટી લાગશે. જ્યારે ૧૨% વાળી ઘણી બધી વસ્તુઓ પર હવે આ દર દૂર કરવામાં આવ્યો છે.મંત્રી ઋષિકેશ પટેલે આ સુધારાને બજાર માટે મહત્વપૂર્ણ ગણાવીને કહ્યું, “નવા દરોથી ન માત્ર કૃષિ અને ગૃહનિર્માણ ક્ષેત્રને લાભ મળશે પરંતુ સામાન્ય વપરાશકર્તાઓ માટે જરૂરી સામગ્રી પર ખર્ચમાં ઘટાડો થશે. આ નિર્ણયથી બજારમાં સ્પષ્ટતા અને સરળતા આવશે.”લક્ઝરી વસ્તુઓ માટે હવે ૪૦% જીએસટી દર લાગશે. તમાકુ અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર આ દર ઓછો નહીં થાય. આ સાથે, જીએસટીના નવા દરો હવે માત્ર ૫% અને ૧૮% હેઠળ લાગશે, જેનાથી બજારમાં વપરાશકર્તા માટે સરળતા અને સ્પષ્ટતા વધશે.આ સુધારાઓ હેઠળ, ગૃહ બાંધકામ માટે સિમેન્ટ, લોખંડ અને અન્ય બાંધકામ સામગ્રી પર દર ઘટાડવાને કારણે ઘરબાંધકામ ખર્ચમાં ઘટાડો થશે. કૃષિ સાધનો પર ય્જી્ ઘટાડો ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર અને ખેતીના સાધનો ખરીદવામાં સરળતા પ્રદાન કરશે. લક્ઝરી પર ૪૦% જીએસટી લાગવાથી સરકાર આવક સ્ત્રોતો જાળવી શકે છે.મંત્રીઓએ જણાવ્યું કે, “આ સુધારાઓનો અસરકારક અમલ સપ્ટેમ્બર ૨૫થી શરૂ થશે. આ સાથે કુલ આવક નુકસાન આશરે ૯૩,૦૦૦ કરોડનો અંદાજ છે. જ્યારે ૪૦% લક્ઝરી વસ્તુ પર જીએસટી દ્વારા ૪૫,૦૦૦ કરોડની આવક સરકારને મળશે.”







































