સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જે.જે. કુંડલીયા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધામાં કમાણી સાયન્સ અને પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજ, અમરેલીના ભાઈઓની ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધામાં યોગેન્દ્ર બી. ઠાકોર, રોનક પી. ચૌહાણ અને પ્રિન્સ યુ. રાછડિયાએ કોલેજનું પ્રતિનિધિત્વ કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ કોલેજનું ગૌરવ વધ્યું છે. આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ પટેલ, સ્પોટ્‌ર્સ કમિટીના ચેરમેન ડો. અશોકભાઈ ચંદ્રવાડીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે કોચ ડો. એ.જી. કુરેશી અને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.