ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા અયોધ્યામાં વિકસાવવામાં આવી રહેલા ભવ્ય રામાયણ પાર્કમાં ટૂંક સમયમાં રાવણની ૨૫ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રતિમા ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધને દર્શાવશે.આ પાર્ક ગુપ્તાર ઘાટ પાસે બનાવવામાં આવી રહ્યો છે. અયોધ્યાના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ પાર્ક રામાયણના મુખ્ય પ્રસંગોને ભગવાન રામ, હનુમાન, સુગ્રીવ, વિભીષણ અને અંગદ સહિતના મુખ્ય પાત્રોની આદ્યમાન મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવશે.ત્રિપાઠીએ કહ્યું, “ગુપ્તાર ઘાટનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન રામે આ જ સ્થળે ‘જલ સમાધિ’ (પાણીમાં વિસર્જિત) લીધી હતી. આ પાર્ક રામાયણની દિવ્યતા અને ભવ્યતા દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.”મેયરે કહ્યું કે પાર્કમાં બીજું એક મુખ્ય આકર્ષણ રામ દરબાર હશે, જેમાં ભગવાન રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણની મૂર્તિઓ હશે. આ પાર્ક મુલાકાતીઓને રામાયણની મુખ્ય ક્ષણોનો આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સાંસ્કૃતિક પર્યટન સાથે આધ્યાત્મિકતાને જાડવાનો પ્રયાસ કરશે.










































