જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે તા. ૮ સપ્ટેમ્બરથી ‘ટેકનોલોજી વીક-૨૦૨૫’નો પ્રારંભ થયો છે. ડા. મીનાક્ષી બારીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવાનો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડા. વી.પી. ચોવટીયા દ્વારા થયું હતું. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને વિવિધ પાકોની નવી જાતો, પ્રાકૃતિક ખેતી, અને કપાસમાં પોષણ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.