અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.Pharm Sem-V નું પરિણામ જાહેર થયું છે. જેમાં આ કોલેજે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ના ટોપ-૧૦ લિસ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરિણામમાં કોલેજની વિદ્યાર્થિની બાંભણીયા મહેક સી. એ ૯.૭૩ SPI મેળવીને યુનિવર્સિટીમાં સેકન્ડ (બીજું) સ્થાન હાંસલ કરી GTU ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત કોલેજ લેવલે ગજેરા પૃષ્ટિ બી. ૯.૧૩ SPI સાથે બીજા ક્રમે અને વઘાસીયા આયુસી જે. ૯.૦૭ SPI સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજે યુનિવર્સિટી ટોપ-૧૦માં પ્રથમ સ્થાન અને વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ રેન્કર્સ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.








































