અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કે. પી. ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ અને એમ. એલ. કાકડીયા MCA મહિલા કોલેજ, અમરેલી ખાતે તાજેતરમાં વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ‘StackDot’ ના ફાઉન્ડર અને સીઈઓ જીત જાગાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય વિષય “Full Stack Devlopment” (ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ) રાખવામાં આવ્યો હતો. જીત જાગાણીએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને વેબ અને ફૂલ સ્ટેક ડેવલપમેન્ટના ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની વિપુલ તકો વિશે માહિતગાર કરી હતી.