અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા આગામી શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ જવા માટે એકસ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. અમરેલી એસ.ટી.વિભાગના આ નિર્ણયથી ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. વિભાગીય નિયામક દ્વારા સમયપત્રક પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમરેલીથી સોમનાથ સવારે ૬ કલાકે, સોમનાથથી અમરેલી ૧૦ઃ૪પ કલાકે બસ મળશે તેમજ અમરેલીથી સોમનાથ એક્સપ્રેસ બસ સવારે ૭ઃ૩૦ કલાકે વાયા ચલાલા, ધારી, વિસાવદર, મેંદરડા, તાલાલા થઈને સોમનાથ પહોંચશે. આ બસ આ રૂટ પર ૧રઃ૧પ કલાકે પરત આવશે. જયારે અમરેલીથી સોમનાથ બપોરે રઃપ૦ કલાકે ઉપડશે. આ બસ વાયા બગસરા, વિસાવદર, મોણીયા, મેંદરડા, સાસણ, વેરાવળ થઈને સોમનાથ પહોંચશે. આ બસ રાત્રી રોકાણ કરી બીજા દિવસે સવારે આ રૂટ પર સવારે ૬ કલાકે ઉપડશે. આમ, શ્રાવણ માસ દરમિયાન અમરેલી, બગસરા, ધારીના મુસાફરોને સોમનાથ જવા માટે બસ શરૂ થનાર હોવાથી ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.