ગુજરાતમાં પોલીસની ધાક ઓછી થઇ ગઈ છે કે શું એ સવાલ થઇ રહ્યો છે. રાજ્યમાં અપહરણ અને દુષ્કર્મના બનાવોની સંખ્યા વધી રહી છે અને ગુનેગારો ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે સુરત માં વધુ એક વખત એક બાળકીનું જીવતર બગડ્યું છે. કારણકે સુરત ના વડોદમાં એક બાળકીનું શરીર નરાધમે અભડાવ્યું છે.
બનાવાની વિગત અનુસાર સુરતના વડોદના બાપુનગરમાં ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આરોપી બાળકીને અપહરણ કરીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. આરોપી તો આ ઘટનાને ભીનું સંકેલવાની ફિરાકમાં હતો પરંતુ રાત્રે ૩ વાગ્યે બાળકી રડતી રડતી ઘરે આવી અને લોહીલુહાણ હતી ત્યારે પરિવારને જોણ થઈ હતી. બાદમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
વડોદ ગામનો બાપુનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર ગુરુવારે રાતે ઘરમાં સુઈ ગયો હતો. સાત વર્ષની બાળકી પિતાના મિત્ર અને ઘરમાં સાથે જ રહેતા યુવાન સાથે ઘરની બહાર લારી પર સૂતી હતી. મોડી રાત્રે બાપુનગરમાં પ્લોટ નંબર ૩૦૮ની રૂમ નંબર ૪માં રહેતો વિકૃત બાળકીનું મોઢું દબાવી અપહરણ કરી ઘરે લઈ ગયો હતો અને બાળકી ઉપર ત્રાસ ગુજોરી તેને અભડાવીને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી. જ્યાં બાળકી રડતા રડતાં રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પહોંચી હતી. રડતા જોઇ લારી પર સુતેલા બાળકીના પપ્પાના મિત્ર જોગી ગયા હતા જેણે બાળકીના માતા પિતાને ઉઠાડ્યા હતા. બાળકીની પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી હતી. બાળકીની માતાએ બાળકીની ફરિયાદ નોંધાવી હતી કે એક શખ્સે તેની બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું.