સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રીની વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના યુવા સરપંચ ચેતનભાઈ માલાણીની સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા ખડસલીના યુવા સરપંચને તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવતા આ વરણીને ભાજપ આગેવાનોએ આવકારી છે.