સાવરકુંડલા શહેરમાં બાયપાસના અભાવે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા લોકો અને વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની છે. શહેરમાં અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ તંત્ર નિંદ્રાધીન હોય તેમ આ દિશામાં કોઇ કામ કરવામાં આવતું નથી. આ મહત્વના પ્રશ્ન અંગે અધિકારી તથા પદાધિકારીઓએ હાથ ઉંચા કરી દેતા લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બાયપાસ રોડનું કામ શરૂ કરાવવામાં નેતાઓ ધ્યાન નથી આપી રહ્યા. ત્યારે આ વર્ષો જૂની સમસ્યાનો નિવેડો આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.