સાવરકુંડલામાં જેસર રોડ પર આવેલ રામકૃષ્ણ મંદિર ખાતે શહેર તથા તાલુકાની ચુંવાળીયા ઠાકોર કોળી શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઇ ઉનાવા, ઉપપ્રમુખ તરીકે હસુભાઇ ચાવડા, મહામંત્રી તરીકે વાઘજીભાઈ વડેચા, કારોબારી સભ્યોમાં હસુભાઇ ઉનાવા, ગણપતભાઇ પરમાર, મુકેશભાઇ આદ્રોજા, પ્રવિણભાઇ, રમેશભાઇ ધીધવા સહિતની વરણી કરવામાં આવી હતી.