સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને શાળાએ મુકવા જઇ રહી હતી ત્યારે વિરાણીયા ઢાળ પાસે બેકાબુ બનેલી બસ પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. બસની અંદર ૩૦ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. બસ પલટી મારી જતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.