વિજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબ રસભર્યાએ તાજેતરમાં સ્થાનિક આઠ પત્રકારોનું સન્માન કર્યું હતું. આ
તકે યોજાયેલા સાદા કાર્યક્રમમાં પત્રકારોને સંગઠિત થવા અને જનતાના હિતમાં હકારાત્મક પત્રકારત્વ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવેલ કે, પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન કાર્યક્રમ યોજેલ હતો. આ સન્માનિત પત્રકારોમાં ફિરોઝભાઇ ફતવાણી, અનિરુદ્ધભાઇ ત્રિવેદી (ખડસલીવાળા), સંજયભાઇ વાઘેલા, પ્રફુલભાઇ નગદિયા, દાદુભાઇ બેલીમ, સમીરભાઇ ઇ. ખોખર, દિલીપભાઇ વાઘેલા અને રવિકુમાર ડોડિયાનો સમાવેશ થાય છે.






































