ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના કાર્યકર્તાઓના ઘડતર અને સંગઠનને મજબૂત બનાવવા માટે અમરેલી જિલ્લામાં શક્તિકેન્દ્ર સંયોજકો માટે અભ્યાસ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આ અંગેનો આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પનોતની ઉપસ્થિતિ અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વર્ગોની તારીખ, સ્થળ અને વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૫ સપ્ટેમ્બરઃ સાવરકુંડલા વિધાનસભા, ખોડિયાર માતાજીનું મંદિર, અમૃતવેલ. ૬ સપ્ટેમ્બરઃ અમરેલી વિધાનસભા, સ્વામિનારાયણ ગુરુકુળ, તરવડા. ૭ સપ્ટેમ્બરઃ ધારી વિધાનસભા, લાયન્સ ડેન રિસોર્ટ, તરશિંગડા (ગીર). ૮ સપ્ટેમ્બરઃ લાઠી વિધાનસભા, ભુરખીયા હનુમાન મંદિર, ભુરખીયા. ૧૦ સપ્ટેમ્બરઃ રાજુલા વિધાનસભા, બાલકૃષ્ણ વિદ્યાલય, હિંડોરણા. આ પ્રશિક્ષણ વર્ગોમાં પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને અન્ય ધારાસભ્યો જે.વી. કાકડીયા, હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવીયા ચર્ચા સત્રમાં ભાગ લેશે. આ ઉપરાંત, પ્રદેશ અને જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.