ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મહિન્દ્રા બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે જબરદસ્ત અકસ્માત સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ૬ લોકોના કરૂણ મોત થયા છે. આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો, આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચેની ટક્કર એટલી જારદાર હતી કે કારના તો ફુરચા ઉડી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંવરિયા ગામ પાસે થયો હતો.
બોલેરોમાં સવાર તમામ નવ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગનવરિયા ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો મહારાજગંજ તેરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામના રહેવાસી છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલીની ભયાનક અથડામણની જાણ સૌ પ્રથમ સ્થાનિક લોકોને થઈ હતી. જા કે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં છ લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત તુલસીપુર, પચપેડવા અને જારાવા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત ત્રણ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્રણેય ઘાયલોને તુલસીપુર કોમ્યુનિટી સેન્ટરમાં લઈ ગયા, પરંતુ તેમની ગંભીર મીસ્થતિને જાતા તેમને જિલ્લા હોમીસ્પટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો, પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોનો કબજા મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.