તારીખ ૧/૯/૨૦૨૫ના રોજ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા વિઝન ફોર વાઇલ્ડલાઇફ પ્રોગ્રામ અંતર્ગત કેરીયાચાડ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર હેઠળ નોંધાયેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને માર્ગદર્શન આપ્યું હતું. બાળ ઉછેર, સગર્ભા અવસ્થા દરમિયાન આરોગ્ય કાળજી, સરકારની આરોગ્ય સેવાઓનો લાભ તથા વાડી વિસ્તારોમાં વન્યજીવો સાથે સહજીવિતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોળ, સિંગ-દાળિયા અને ફાડા લાપસીનું પૌષ્ટિક આહાર કીટ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.