લીલીયા તાલુકાના બોડિયા ગામનું જર્જરિત બસ સ્ટેન્ડ ફરી બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રૂ. ૪ લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી. આ ગ્રાન્ટથી તૈયાર થયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા બસ સ્ટેન્ડની સુવિધાથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગને મોટી રાહત મળશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા બાળકો સાથે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિંછીયા, વિપુલભાઈ દુધાત, કાનજીભાઈ નાકરાણી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.