મોટા ભાગની વ્યક્તિઓમાં ઉંમર વધવાની સાથે જ તેમના ઉત્સાહ, ઉમંગ અને આશામાં મંદી આવતી જાવા મળે છે. પરિણામે તેઓ અકાળે વૃધ્ધત્વ ભણી ધકેલાય છે. જયારે એનાથી ઉલટું પૌઢવયની વ્યક્તિ પણ પોતાનામાં ઉત્સાહ, ઉમંગને આશા ટકાવી રાખીને તેમાં વૃધ્ધિ કરે છે. પરિણામે પ્રૌઢાવસ્થા ભણી જતાં હોવા છતાં પણ તેઓ મનથી યુવા જ લાગે છે.
૧. જીવન પ્રત્યેનો દ્દષ્ટિકોણ ઃ
(એ) ખરૂં જીવન તો એ હતું, જયારે અમે નાના હતાં.
(બી) જેમ તેમ જીવન પુરૂં કરવાનું છે, એ કરીએ છીએ.
(સી) જીવન એટલે ઉમંગ અને ઉત્સાહ.
ર. આપની વિચારધારા કેવી છે ?
(એ) સંપૂર્ણ સકારાત્મક અને આશાસ્પદ દ્દષ્ટિકોણવાળી
(બી) નકારાત્મક અને નિરૂત્સાહી
(સી) વિચારધારા જેવું કશું છે જ નહીં ને.
૩. આપની દિનચર્યા કેવી છે ?
(એ) સવારે વહેલા ઊઠીને ચાલવું, વ્યાયામ, સ્નાન, પૂજા – પાઠ, ચા – નાસ્તો, ઘરકામ, બાળકોની સાથે સમય અને સામાજિક કામો.
(બી) મોડાં – મોડાં ઊઠીને, આરામથી ૮-૯ વાગ્યે સ્નાન, ચા – નાસ્તોને ગપ્પા, અહીં – તહીં દિવસ પૂર્ણ.
(સી) ઊઠવાનો કે કશાયનો કોઇ સમય નક્કી નહીં.
૪. આપના દેખાવ પ્રત્યે ચિંતા કરો છો ?
(એ) સમય જ નથી મળતો ને !
(બી) ખાસ નહીં
(સી) અવશ્ય ! મારૂં ધ્યાન હું નહી રાખું તો કોણ રાખશે ?
પ. આપને કેવા પ્રકારનું ભોજન પસંદ છે ?
(એ) એવું કાંઇ નહીં, જે મળે તે જમી લેવાનું
(બી) શાકાહારી, પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક
(સી) ટેસ્ટી, તીખું ને મસાલેદાર, તેમાય ચાઇનીઝ, પીઝા વિગેરે.
૬. ઘરની બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં આપની ભૂમિકા શું હોય છે ?
(એ) એ બે જાણે, મારે શું ?
(બી) તત્કાળ પુરતું શાંત પાડી દેશો, એ જાણે.
(સી) તુરત જ શાંત પાડી, થોડા સમય પછી બંનેને સાથે બેસાડીને સમસ્યાનું કાયમી નિવારણ લાવી શાંતિ સુલેહ સ્થાપશો.
૭. આપને કેવા મિત્રો પસંદ છે ?
(એ) ગંભીર અને ઓછાબોલા
(બી) હસમુખા, મળતાવડા અને પરોપકારી
(સી) પોતાની હામાં હા મિલાવે તેવા.
૮. આપ આપનાં વસ્ત્ર પર પૂરતું ધ્યાન આપો છો ?
(એ) આ ઉંમરે હવે શું વસ્ત્રને એટલું મહત્વ આપવાનું હોય, જે હોય તે ચલાવી લેવાના, આપણે કયાં કયાય જવું છે ?
(બી) હા, કેમ કે વસ્ત્ર જ મારા વ્યક્તિત્વને દર્શાવે છે.
(સી) શક્ય એટલું તો ધ્યાન આપું જ છું.
૯. આપ બીમાર પડો ત્યારે….
(એ) તાત્કાલિક ફેમિલી ડોકટરનો સંપર્ક કરો છો.
(બી) જાતે જ કોઇ દવા લઇને ચલાવો છો.
(સી) પોતાના શરીરનું પૂરતું ધ્યાન રાખતા જ નથી.
૧૦. ‘બચત’ વિશે આપનો શું અભિપ્રાય છે ?
(એ) લાખ મળ્યા નથી, ને લખેશરી થવાનાં નથી. જલસા કરોને ભાઇ !
(બી) થાય એટલી ઠીક છે, નહીં તો કંઇ નહીં.
(સી) બચત તો અવશ્ય કરવાની જ, આવતીકાલની સુખશાંતિ માટે પણ ખાસ બચત કરવાની.
૧૧. આ ઉંમરે આપ સમાજ માટે શું કરવા માગો છો ?
(એ) આપણે શું કરી શકવાના હતા સમાજ માટે ?
(બી) ગરીબ અને દુઃખી અબાલવૃધ્ધોને મદદ
(સી) યથાશÂક્ત આર્થિક ફાળો આપી દેવાનો, સમાજને જે કરવું હોય તે કરે.
૧ર. એકાંતના સમયમાં….
(એ) ઉંઘી જાવ છો
(બી) ભૂતકાળની દુઃખી ઘટનાઓને યાદ કરીને જીવ બાળો છો
(સી) ભૂતકાળની અને ભવિષ્યની સુખદ ઘટનાઓને યાદ કરીને સંતોષ અનુભવો છો.
પરિણામ ઃ
૧રથી ર૮ ઃ તમારે આ ઉંમરે પણ જરૂરી બદલાવ લાવવાની તાતી જરૂર છે. પોતાની જાતને નિષ્ક્રિય માન્યા વગર સક્રિય બનાવી દો, સકારાત્મક વિચારો અને એવું કંઇક કરો કે જે તમને – તમારા વ્યક્તિત્વને ખીલવી દે તો ચલો ઊઠો, જાગો અને ધ્યેય સિધ્ધિ સુધી મંડી પડો.
ર૯ થી ૪પ ઃ તમારે હજુ થોડા વધુ વ્યવહારકુશળ બનવાની જરૂર છે. જીવનમાં બધુ જ સજાવી લીધું છે તેવું ન માનશો. હજુ ઘણું બધું સજાવવાનું બાકી છે. આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં હજુ થોડી વૃધ્ધિ કરો. પછી જુઓ કેવા ખીલી ઊઠો છો ….!
૪૬ થી ૬૦ ઃ ખૂબ ખૂબ અભિનંદન, આપના વ્યક્તિત્વને જાઇને ભલભલી યુવતીઓય શરમાઇ જાય છે. તમે ઘર-સમાજ અને જયાં પણ જાવ છો ત્યાં પોતાના સુમધુર વાણી – વર્તન – વ્યવહારને કારણે બધાનું દિલ જીતી લો છો. પણ ખેર, અભિમાન કર્યા વગર આ બધું જાળવી રાખજા.
ઓલ ધ બેસ્ટ !
સ્કોર બોર્ડ
પ્રશ્ન એ બી સી પ્રશ્ન એ બી સી
૧ ર ૧ પ ૭ ર પ ૧
ર પ ૧ ર ૮ ૧ પ ર
૩ પ ૧ ર ૯ પ ર ૧
૪ ૧ ર પ ૧૦ ૧ ર પ
પ ર પ ૧ ૧૧ ૧ પ ર
૬ ૧ ર પ ૧ર ર ૧ પ
રેડ સિગ્નલ ઃ
કેટલાક લોકો એટલે આગળ વધી શકતા નથી. કે તેઓ પોતાના સો રૂપિયાનું દેવું પાછું વાળવા માટે બસો રૂપિયાનું નવું દેવું કરતાં હોય છે !