પતિ-પત્નીના ટુંકા લગ્નજીવનમાં પતિ તથા સાસરિયાના શારીરિક, માનસિક ત્રાસથી કંટાળી જઈ પત્ની દ્વારા આત્મહત્યા કરવાના કેસમાં આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. આ બનાવની વિગતો મુજબ ફરિયાદીના ભાઈ પુંજાભાઈ પરમાર કારડીયા રાજપુતની નાની દીકરી ગીતાબેન કે જેઓ પોલીસમાં નોકરી કરતા હતા તેમના લગ્ન કાણક ગામના જગદીશભાઈ વાલાભાઈ જનકાંત કે જેઓ પણ પોલીસમાં નોકરી કરતા હતા અને તેના લગ્ન તા. ૧૮-૦૨-૨૦૧૩ ના રોજ થયેલ હતા. લગ્ન બાદ ગીતાબેન તથા તેમના પતિ જગદીશભાઈ બંને અમરેલી પોલીસ લાઈનના કવાટરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી જગદીશભાઈ તથા પિતા વાલાભાઈ, માતા અંજુબેન તથા ગુજરનારના જેઠ મહેશભાઈ વાલાભાઈ જનકાંત તથા જેઠાણી કંચનબેને ગીતાબેનને શારીરિક, માનસિક ત્રાસ આપતા હોય અને માર મારતા હોય તેવી ફરિયાદ ગુજરનારે તેમના બેન જલ્પાબેન તથા તેમના ભાઈ બળવંતભાઈને તથા માતા-પિતાને અવારનવાર કરેલ હતી. અને અંતે ગુજરનારે તા.૦૯-૦૨-૨૦૧૪ના રોજ કવાટરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ હતી. આથી ગીતાબેનના પતિ સહિત સાસરિયાના સભ્યો સામે વિવિધ કલમ મુજબની ફરિયાદ આપેલી હતી. સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદી અને ઉત્પલભાઈ દવેએ ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.







































